મોરબી : દીકરીનો જન્મ થવા છતાં લોકડાઉનની ફરજ પર હાજર રહેતા પોલીસ કોન્સ્ટેબલ

- text


મોરબી : મોરબી એ ડિવિજનનો સમગ્ર પોલીસ સ્ટાફ લોકડાઉનનો કડકપણે અમલ કરાવી રહ્યો છે અને દરેક પોલીસ સ્ટાફ લોકડાઉનની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યો છે. દરમિયાન એ ડિવિઝનના એક પોલીસ કોન્સ્ટેબલના ઘરે દીકરીનો જન્મ થયો હતો. તેમ છતાં તેઓ દીકરીનું મો જોવા ઘરે જવાને બદલે ફરજની વધુ પ્રાધાન્ય આપીને લોકડાઉનની ફરજ પર જ હાજર રહીને ઘર પરિવાર કરતા દેશની સેવા પ્રથમ હોવાનું ઉમદા ઉદાહરણ આપ્યું હતું.

- text

મોરબી એ ડિવિઝન પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ ઘર પરિવારજની જવાબદારી છોડીને લોકડાઉનની ફરજની વધુ અગ્રતા આપી રહ્યો છે. પરિવારની વિપરિત પરિસ્થિતિ વચ્ચે પણ પોલીસ સ્ટાફ લોકડાઉનની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યો છે. લોકડાઉનની ફરજની સાથે જરૂરિયાતમંદોની સેવા પણ કરવામાં આવે છે. દરમિયાન મોરબી એ ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ જયપાલભાઈ જેસંગભાઈ લાવડીયાના ઘરે ગત તા. 23 એપ્રિલના રોજ દીકરીનો જન્મ થયો હતો. તેમ છતાં આ પોલીસ જવાને પરિવારની જવાબદારી કરતા પોતાની ફરજની વધુ અગ્રતા આપીને લોકડાઉનની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ખરા અર્થમાં કોરોના વોરિયર્સ બનતા આ પોલીસ જવાનની નિષ્ઠાપૂર્વક ફરજને જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા અને એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી સહિતના સ્ટાફે બિરદાવી હતી.

- text