મોરબી કામદાર વીમા યોજનાના દવાખાનામાં શ્રમિકોને થતો અન્યાય અટકાવવા રજૂઆત

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ આગેવાન રમેશભાઈ બી. રબારી તથા કનૈયાલાલ નકુમ દ્વારા સોસીયલ મીડિયાના માધ્યમથી મોરબી કામદાર વીમા યોજનાના દવાખાનામાં ફરજ પરના તબીબીની લાપરવાહી સાથે શ્રમિકો સાથે થતો તોછડો અમાન્ય વ્યવહાર અંગે રાજ્યના શ્રમ અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

- text

તેઓએ રજુઆતમાં જણાવેલ છે ઉપરોક્ત બાબતે‌ ગઈકાલે તેઓએ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લેતાં મળેલ હકીકત મુજબ મોરબીમાં આવેલ કામદાર વીમા યોજનાના દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા શ્રમજીવીકોને હાજર હોવા છતાંય તપાસતા નથી. તેના બદલામાં સામાન્ય ક્લાર્ક શ્રમજીવીને પૂછીને તપાસ્યા વગર જાતે જ દવાઓ આપી દે છે. તેમજ આ ક્લાર્ક દ્વારા શ્રમજીવીઓ સાથે તોછડુ વર્તન કરવામાં આવે છે. તેમજ શ્રમજીવીના આરોગ્ય સાથે ગંભીર ચેડાઓ થાય છે. આ દવાખાનામાં સોશિયલ ડિસ્ટન્સ સંપૂર્ણપણે જળવાઈ રહે તેવી વ્યવસ્થા હોવા છતાંય દવાખાનું બંધ રાખી માત્ર એક જ બારી ખોલી દવાખાનામાં ડોક્ટર હાજર હોય છતાંપણ શ્રમજીવીઓને તપાસતા નથી અને આ એક બારી ઉપરથી જ શ્રમજીવીઓને ક્લાર્ક દ્વારા પૂછીને દવા આપી દેવામાં આવે છે. આ દવાખાનામાં ‌‌શ્રમજીવિઓને પીવાના પાણીની વ્યવસ્થા નથી તેમજ આવા તાપમાં અને ગરમીમાં દવાખાનામાં બહાર ઉભા રહેવાની ફરજ પાડવામાં આવે છે. તો આ બાબતે તપાસ કરી શ્રમજીવીઓની પરેશાની દૂર થાય તેવો પ્રબંધ કરવા સત્વરે પગલાં લેવા અપીલ કરાઈ છે.

- text