મોરબી : આરોગ્ય કેન્દ્રો પર આજે ફરી મજૂરોના ધસારાથી અફડાતફડી સર્જાઈ

- text


હજારોની સંખ્યામાં શ્રમિકો ઉમટતા અવ્યવસ્થા સર્જાય : સોસીયલ ડિસ્ટન્સનો અભાવ

મોરબી : મોરબી જિલ્લામાંથી પરપ્રાંતીય શ્રમિકો કે અન્ય વ્યક્તિઓને પોતાના વતન જવા માટે છૂટ આપવામાં આવી છે. જે માટે તેઓએ ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની રહે છે. આ અરજીમાં મેડિકલ સર્ટિફિકેટ ફરજીયાત હોય નિયત કરાયેલા આરોગ્ય કેન્દ્રોની બહાર લાંબી લાઈનો લાગી હતી. જેમાંથી ગઈકાલે આશરે 20,000 શ્રમિકોએ મેડિકલ સર્ટિફિકેટ મેળવ્યા છે.

ત્યારે આજે સો ઓરડી, ઘુંટુ, લાલપર, ઢુંવા, રંગપર સહિતના સમગ્ર મોરબી જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતેથી આરોગ્ય પ્રમાણપત્ર મેળવવા લાંબી કતારો જોવા મળી રહી છે. અમુક આરોગ્ય કેન્દ્રો પર શ્રમિકો રાતના 2 વાગ્યાથી એકઠા થઇ ગયા છે. 2-3 કિલોમીટર સુધી લાંબી લાઈનો જોવા મળી રહી છે. અમુક કેન્દ્રો પર ટોકન આપીને બાકીના મજૂરોને રવાના કરવામાં આવ્યા છે. છતાં મજૂરો બહોળી સંખ્યામાં એકઠાં થઇ ગયા હોવાથી મેળા જેવો માહોલ સર્જાયો છે.

- text

વતન પરત જવા માંગતા પરપ્રાંતીય શ્રમિકો આ રીતે ઉમટી પડતા આરોગ્ય કેન્દ્રો પર અવ્યવસ્થા સર્જાઈ છે. તંત્ર દ્વારા પીવાના પાણીની કે છાંયડાની વ્યવસ્થા હજુ સુધી ના થતા આ મજૂરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. બાળકો સાથે લાવનારા મજૂરો ભીડમાં વધુ પરેશાન થઇ રહ્યા છે. હજારોની સંખ્યામાં મજૂરો ભેગા થઇ જતા સોસીયલ ડિસ્ટન્સનું પાલન શક્ય બન્યું નથી. જે કોરોનાના કહેર વચ્ચે યોગ્ય નથી. અને તેનાથી કોરોનાના સંક્રમણનો ફેલાવો થવાનો ભય વધ્યો છે. હળવદ અને અન્ય તાલુકામાં પણ સ્વાસ્થ્ય કેન્દ્રો પર આવી જ હાલત છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text