મહેન્દ્ર ચોકડી પાસેથી ટ્રકમાં તાલપત્રી હેઠળ છુપાઈને મંજૂરી વિના વતન જતા શ્રમિકોને પરત મોકલાયા

- text


મોરબી : જિલ્લામાથી વતન પરત ફરવા માંગતા શ્રમિકો માટે આરોગ્ય સર્ટિ. ફરજીયાત બનાવાયું છે. જેમાં અકલ્પનિય ભીડ થતા અને ક્યારે વારો આવે એની અનિશ્ચિતતા વચ્ચે આજે મહેન્દ્ર ચોકડીએથી એક ટ્રકમાં છુપાઈને વતન તરફ પ્રયાણ કરતા શ્રમિકોને અટકાવીને પરત મોરબી મોકલાયા હતા.

આવતી કાલે સોમવાથી ત્રીજા લોકડાઉનની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે સરકારે બેકાર બેઠેલા અને કાર્ય સ્થળે ફસાઈ ગયેલા શ્રમિકોને પોતાના વતનમાં પરત ફરવા થોડીક છૂટછાટ આપી છે. જેમાં શ્રમિકોને ગાઈડલાઈન મુજબ ઘરે જવા દેવામાં આવશે. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો મંજૂરી વગર પોતાના વતન જતા હતા એ દરમ્યાન મહેન્દ્ર ચોકડી પાસે ચેકિંગમાં ઝડપાયા હતા. મહેન્દ્ર નગર ચોકડીએ ફરજ બજાવતા હિતેષભાઇ મકવાણા, કેતનભાઇ રબારી સહિતના સ્ટાફે એક ટ્રક રોકીને તેની તલાશી કરતા તાલપત્રીની નીચેથી અશક્ત થઈ ગયેલા કેટલાક શ્રમિકો મળી આવ્યા હતા જેઓ પોતાના વતન તરફ પરત જતા હતા. જો કે તેઓ પાસે વતન જવાની જરૂરી મંજૂરી ન હોવાથી પોલીસે ટ્રક જપ્ત કરી ડ્રાઇવરની કરી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મજૂરો તેઓની જે તે સિરામિક ફેકટરીમાં પરત મોકલવામાં આવ્યા હતા.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text