મોરબીમાં ખાખરા, બિસ્કીટ, ફરસાણ બનાવવા તથા વેચાણની મંજૂરી આપવા માંગ

- text


 

મોરબી : મોરબી સ્વીટ, નમકીન તથા ડેરીફાર્મ એસોસિએશન દ્વારા મોરબીમાં ખાખરા, બિસ્કીટ તથા ફરસાણ બનાવવા તથા વેચાણની મંજુરી આપવાની માંગણી જિલ્લા કલેકટર જે. બી. પટેલને કરવામાં આવેલ છે.

એસોસિએશન દ્વારા લેખિતમાં જણાવેલ છે કે આ વર્ષ 2020માં સમગ્ર વિશ્વ ઉપર આવેલી આ કોરોના મહામારીને લડત આપવા માટે નરેન્દ્રભાઈ મોદી સરકારએ ખૂબ જ અગત્યના નિર્ણયો લઈને સમગ્ર દેશમાં લોકડાઉન કરાવ્યું છે અને સાથે દરેક જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓ જેમ કે શાકભાજી, ફળ, દુધ વગેરે પુરી પાડવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જે સરકારનું સરાહનીય પગલું છે.

- text

ત્યારે મોરબીમાં ફરસાણ, સ્વીટ તથા નમકીનની દુકાનોમાં તાજા ખાખરા, બિસ્કીટ તથા ફરસાણ બનાવવાનું તથા તેનું વેચાણ કરવાનું ફકત ફુડ લાઈસન્સ ધરાવતા વેપારીઓને મંજુરી આપવામાં આવે. જેથી, ગામમાં થતી કાળાબજારીથી થતા વેચાણને રોકી શકાય અને સરકારની કરેલી ઉત્તમ વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપી શકાય. તેમજ જે વિસ્તારમાં મંજૂરી મળશે એ જ વિસ્તારના ફુડ લાઈસન્સ ધરાવતા વેપારીઓની જ દુકાનો ઉપર દરેક નિયમોના પાલન સાથે વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવે, તેવી એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવેલ છે.

- text