હળવદ તાલુકાના તમામ NFSA રેશન કાર્ડધારકોના ખાતામાં રૂ. 1 હજાર જમા કરાશે

- text


રેશન કાર્ડ ધારકોને આ ધનરાશી લાભ લેવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક ખાતા સહિતની વિગતો જમા કરાવી દેવાની તંત્રએ અગત્યની સૂચના આપી

હળવદ : રાજ્ય સરકારે લોકડાઉનમાં રાજ્યના મધ્યમવર્ગીય લોકો માટે રાહતલક્ષી યોજના જાહેર કરી છે. જેમાં સરકાર એનએફએસએના તમામ રેશનકાર્ડ ધરકોના બેક ખાતામાં સીધા જ રૂ. 1 હજાર જમા કરશે. તેથી, હળવદના વહીવટી તંત્રએ હળવદ તાલુકાના તમામ રેશનકાર્ડ ધારકોને આ યોજના લાભ લેવા માટે અગત્યની સૂચના જાહેર કરી છે.

- text

હળવદ તાલુકાના તમામ એનએફએસએ રેશનકાર્ડ ધારકો જોગ માટે સ્થાનિક તંત્રએ અગત્યની સૂચના જાહેર કરી છે કે હાલ લોકડાઉનમાં મધ્યમવર્ગીયને રાહત આપવા માટે સરકારના અન્ન અને નાગરિક વિભાગે જાહેર કરેલા પરિપત્ર મુજબ એનએફએસએના તમામ રેશન કાર્ડધારકોના બેન્ક ખાતામાં રૂ. 1 હજાર જમા કરવાની સૂચના આપવામાં આવી છે. જે અન્વયે હળવદ તાલુકાના એનએફએસએના તમામ રેશન કાર્ડધારકોને રેશનકાર્ડ નંબર, મુખ્ય વ્યક્તિના આધાર કાર્ડ નંબર, મુખ્ય વ્યક્તિના મોબાઈલ નંબર, મુખ્ય વ્યક્તિના બેંક ખાતાની વિગત જેમાં બેંકનું નામ અને ખાતા નંબર સહિતના તમામ યોગ્ય આધાર પુરાવા તેમના સંબધિત વ્યાજબી ભાવની દુકાને જમા કરાવવી અથવા [email protected] પર ઇ.મેઈલ કરવાની રહેશે. 2 દિવસમાં આધારોનો હાર્ડ કોપી જે તે વ્યાજબી ભાવની દુકાને જમા કરવાની રહેશે.આ તમામ વિગતો ખરી આપવાની રહેશે. જેથી, આગામી દિવસોમાં સરકાર દ્વારા જે તે રેશનકાર્ડ ધરકોના ખાતામાં ધનરાશી જમા કરી શકાય.જો આધારકાર્ડને બેક ખાતા સાથે લીકઅપ ન થયું હોય તો ઓનલાઈન સિસ્ટમથી બેકમાં પૈસા કરવામાં તકલીફ થશે તેથી આધારકાર્ડને બેક ખાતા સાથે લીકઅપ કરાવી લેવા જણાવ્યું છે.

- text