હળવદવાસીઓ કોરોનાને હરાવવા માટે 26 એપ્રિલથી 3 મે સુધી સ્વૈચ્છિક રીતે કરફ્યુ પાળશે

- text


ધારાસભ્ય, મામલતદાર, ચીફ ઓફિસર, તાલુકા પચાંયત પ્રમુખ, વેપારી મહામંડળના પ્રમુખ અને વિવિધ એસોસિયેશનની બેઠકમાં લેવાયો નિર્ણય

હળવદ : હાલ કોરોનાને હરાવવા માટે સમગ્ર દેશમાં બીજા તબબકાનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કોરોનાને હરાવવા માટે હળવદ શહેર ભારે કમર કસી છે અને હળવદવાસીઓ કોરોનાને હરાવવા માટે 26 એપ્રિલથી 3 મે સુધી સ્વૈચ્છિક રીતે કરફ્યુ પાળશે. તેવો નિર્ણય ધારાસભ્ય, મામલતદાર, શહેર ભાજપ પ્રમુખ, ચીફ ઓફિસર, તાલુકા પચાંયત પ્રમુખ, વેપારી મહામંડળના પ્રમુખ અને વિવિધ એસોસિયેશનની બેઠકમાં લેવાયો હતો.

હળવદ તાલુકામાં પોલીસ દ્વારા બીજા તબક્કાના લોકડાઉનનો કડકપણે અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોરોનાને હરાવવા માટે હળવદ શહેર વધુ સાબદુ બન્યું છે. કોરોનાને હરાવવાની લડાઈ માટે હળવદ શહેર સ્વૈચ્છિક રીતે કરફ્યુ પાળે તે અંગેનો મહત્વનો નિર્ણય લેવા ધારાસભ્ય પરસોતમભાઈ સબરીયા, મામલતદાર વિ.કે સોલંકી, ચીફ ઓફિસર સાગર રાડિયા, તાલુકા પચાંયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલ, પાલિકા ઊપ પ્રમુખ જયેશ પટેલ અને વિવિધ એસોસિયેશનની સાથે એક તાકીદની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાને હરાવવા માટે હળવદ શહેર સ્વૈચ્છિક રીતે કરફ્યુ પાળે તેવો નિર્ણય લેવાયો હતો અને 26 એપ્રિલથી 3 મે સુધી હળવદ શહેર સ્વૈચ્છિક રીતે કરફ્યુ પાળશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

- text

26 એપ્રિલથી મેડિકલ અને દૂધ સિવાયની એક પણ દુકાન નહીં ખુલે તેમજ કરીયાણાની દુકાનો અને શાકભાજી માર્કેટ પણ સતત એક અઠવાડિયા સુધી બંધ રહેશે. માત્ર મેડિકલ સ્ટોર્સ અને દૂધના વિતરણ કેન્દ્ર જ ખુલ્લા રહેશે. આ પ્રકારે સ્વૈચ્છિક રીતે બંધ પાળવાનો નિર્ણય લેનાર મોરબી જિલ્લામાં હળવદ શહેર પ્રથમ બન્યું છે.જેમાં પોતાની જાતે જ હળવદ શહેર કરફ્યુ પાળશે. કોરોનાને હરાવવા હળવદ સ્વૈચ્છિક રીતે 26 એપ્રિલ થી 3 મે સુધી જનતા કરફ્યુમાં ફેરવાશે ત્યારે શહેરમાં દૂધની દુકાનો, મેડિકલ સ્ટોર અને ફ્લોર મીલ (ઘંટી) સવારે ૭ થી ૯ અને સાંજે ૭ થી ૯ એમ દિવસમાં બે-બે કલાક જ ખુલ્લી રહેશે.

- text