અન્ય જીલ્લામાંથી હળવદમાં આવેલા 67 લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા

- text


આરોગ્ય તંત્રએ આ તમામનું હેલ્થ ચેકિંગ કરીને તકેદારીના પગલાં લીધા

હળવદ : રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના વાયરસને અટકાવવા માટે હાલ બીજા તબક્કાનું લોકડાઉન ચાલતું હોય એ દરમિયાન બહારના જિલ્લામાંથી 67 જેટલા લોકો હળવદ તાલુકામાં આવ્યા હોવાનું આરોગ્ય તંત્રના ધ્યાને આવ્યું હતું. આથી, આરોગ્ય તંત્રએ હાલ આ તમામ લોકોનું હેલ્થ ચેકિંગ કરીને કોઈ શંકાસ્પદ કેસ ન જણાતા તકેદારીના ભાગરૂપે 67 લોકોને 14 દિવસના હોમ કોરોન્ટાઇન કર્યા છે.

હળવદ તાલુકાના હેલ્થ ઓફિસર ડો. ભાવિન ભટ્ટીએ આ બાબતે વિગતવાર માહિતી આપી હતી કે હાલ કોરોનાનો રાજ્યભરમાં ફેલાવો વધી રહ્યો છે. તેથી, હાલમાં કોરોનાને અંકુશમાં લેવા બીજા તબક્કાનું લોકડાઉન લાગુ છે. જેથી, હળવદમાં કોરોના સંદર્ભે આરોગ્ય તંત્ર ખડેપગે રહ્યું છે. એ દરમિયાન છેલ્લા 14 દિવસના સમયગાળામાં બહારના જિલ્લામાંથી 67 જેટલા લોકો હળવદ પંથકમાં આવ્યા છે. જેમાં 57 હળવદ ગ્રામ્યમા અને 10 શહેરી વિસ્તારોના લોકોનો સમાવેશ થાય છે. આ લોકોમાં ઘણા ખરા મૂળ હળવદના રહેવાસી અને અમુક કોઈ કામ સબબ આવ્યા હોય એવું માલુમ પડ્યું છે.

- text

જામનગર, વડોદરા, જુનાગઢ, અમદાવાદ સહિતના જિલ્લામાં મૂળ હળવદના નિવાસી હોય એવા લોકો મૂળ વતને પાછા ફર્યા છે. આ બાબત આરોગ્ય તંત્રની ધ્યાને આવતા તુરત જ તકેદારીના પગલાં લીધા હતા. જેમાં આરોગ્ય તંત્રએ 67 લોકોનું હેલ્થ સ્ક્રીનિગ કર્યું હતું. જેમાં કોઈને પણ શંકાસ્પદ લક્ષણો ન હોવાનું માલુમ પડ્યું હતું. તેમ છતાં પણ આરોગ્ય તંત્રએ તકેદારીના ભાંગ રૂપે 67 લોકોને 14 દિવસના હોમ કોરોન્ટાઇન કર્યા છે. જ્યારે આ બાબતે હળવદના પી.આઇ સંદીપ ખાંભલાએ જણાવ્યું હતું કે આરોગ્ય તંત્રએ આ લોકોને 14 દિવસના હોમ કવરોન્ટાઇનની સૂચના આપી છે. આમ છતાં પણ આ લોકો ઘરની બહાર નીકળશે તો તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text