મોરબીના અગ્રણી વલમજીદાદા દ્વારા લોકડાઉનમાં પુસ્તક પરબની સેવા

- text


પોતાના ઘરે જ સોસાયટીઓના લોકો માટે સારા પુસ્તકોના વાંચનની વ્યવસ્થા કરી

મોરબી : લોકડાઉનમાં તમામ લોકો ઘરમાં પુરાઈ ગયા છે. પણ ઘરમાં રહેલા લોકોને સમય કેમ પસાર કરવો તે મોટી વિડબના છે. ખાસ કરીને લોકો લોકડાઉનમાં સમસનો સદુપયોગ કરે અને સાચા જીવન મૂલ્યો જીવનમાં ઉતારે તે માટે સારા પુસ્તકો વાંચવાની જરૂર હોવાથી મોરબીના અગ્રણી વલમજી દાદાએ પોતાના ઘરે પુસ્તક પરબની સેવા શરૂ કરી છે.

- text

મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સાથે સંકળાયેલા અગ્રણી વલમજીભાઈ અમૃતિયા છેલ્લા 23 વર્ષથી માનદ સેવા આપી રહ્યા છે. તેમને પુસ્તકોના વાંચનનો ગજબનો શોખ છે. આથી, તેમની પાસે બોધકથાઓ, મહાન લોકોના જીવન ચરિત્રો, નવલકથા, નવલિકા, શિક્ષણ સહિતના જુદાજુદા વિષયના આશરે 400 જેટલા પુસ્તકોનો સંગ્રહ છે. દરમિયાન હાલ કોરોનાના સંક્રમણને અટકાવવા બીજા તબબકાનું લોકડાઉન ચાલી રહ્યું છે. આથી, ઘરેબેઠા લોકો આ જીવન ઉપયોગી પુસ્તકો વાંચી શકે તે માટે સામાજિક અંતર જાળવીને જ પોતાના ઘરે પુસ્તક પરબ ખુલ્લું મૂક્યું છે. જેમાં પોતાના બેઠક રૂમમાં લોકો માટે પુસ્તકો વાંચવાની વ્યવસ્થા કરી છે અને સોસાયટીના લોકો પણ એમના ઘરે રસ પડતા પુસ્તકો લેવા આવે છે. જે લોકોને પુસ્તકો ઘરે વચવા લઈ જવા હોય તો ઘરે વાંચવા માટે આપે છે અને તમેના ઘરે જ પુસ્તકો વાંચવા હોય તો લોકડાઉનમાં સરકારની ગાઈડ લાઈનનું પાલન થાય તેની તમામ તકેદારી રાખે છે. લોકો માસ્ક પહેરી અને એકબીજા વચ્ચે અંતર રાખીને પુસ્તકો વાંચે તેવી વ્યવસ્થા કરી છે.

- text