મોરબીમાં શકિત પ્લોટની મહિલાઓ દ્વારા ઘરેબેઠા મહાપ્રભુજીના પ્રાગટય દિવસની ઉજવણી

- text


મોરબી : મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં આવેલ સુવિધા એપાર્ટમેન્ટના મહિલા મંડળની બહેનો દ્વારા લોકડાઉનનું પાલન કરીને મહાપ્રભુજીના પ્રાગટય દિવસની ઘરેબેઠા જ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ બહેનોએ ઘરેબેઠા મહાપ્રભુજીના પ્રાગટય દિવસ નિમિત્તે યમનાષ્ટકના પાઠ કરીને આરતી કરી હતી. જેમાં મહાપ્રભુજીની બેઠકના આગેવાન શરદભાઈ સંપટે યોગ્ય સહયોગ પૂરો પડયો હતો. જ્યારે મહિલાઓએ લોકોડાઉનમાં મોરબીમાં ખડેપગે રહીને સતત ફરજ બજાવતા પોલીસ, ડોકટર સહિતના સ્ટાફની અન્યય સેવાને થાળી વગાડીને બિરદાવી હતી. સાથે સાથે સમગ્ર વિશ્વ પર કોરોનાનું સંકટ દૂર થાય તેવી મહાપ્રભુજીને પ્રાર્થના કરી હતી.

- text