મોરબી જિલ્લામાં બોર્ડની 57 હજારથી વધુ ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ

- text


ધો. ૧૦ના ૦૧ અને ધો. ૧૨ના ૦૨ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોનો સમાવેશ : સેનેટાઇઝ કરેલા કેન્દ્રમાં સોશ્યિલ ડીસ્ટન્સીંગ જળવાઈ રહે તે રીતે શિક્ષકો દ્વારા પેપર ચકાસણીની કામગીરી

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષા લેવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસની પ્રતિકૂળ પરિસ્થિતિને ધ્યાને લઇ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાથી ઉત્તરવહી ચકાસણીનું કાર્ય સ્થગિત કરવામાં આવ્યું હતું. ઉત્તરવહી ચકાસણીનું આ કાર્ય રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ તા. ૧૬ એપ્રિલથી શરૂ થઈ ગયું છે.

હાલ મોરબી જિલ્લામાં ૩ (ત્રણ) જેટલા મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોમાં ૨૮૯ જેટલા શિક્ષકો દ્વારા ઉત્તરવહી ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ધોરણ ૧૦ ના ૦૧, ધોરણ ૧૨ ના ૦૨ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોનો સમાવેશ થાય છે. જેમાં ૫૭ હજારથી વધુ ઉત્તરવહીઓની ચકાસણી કરવામાં આવનાર છે. લોકડાઉનના નિયમનું પાલન થાય અને સોશ્યિલ ડીસ્ટન્સીંગ જળવાઈ રહે તે માટે શિક્ષકોને ટીમ વાઈઝ ઉત્તરવહી ચકાસવાની કામગીરી સોંપવામાં આવી છે. એક ટીમમાં ૦૫ શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબી શહેરમાં હાલ ૦૩ જેટલા મુલ્યાંકન કેન્દ્રો કાર્યરત છે. આ કામને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સેલ્ફ ફાયનાન્સ સ્કુલ અને ગ્રાન્ટેડ સ્કુલોનો પણ ઉમદા સહયોગ મળી રહ્યો છે તેમ જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીએ જણાવ્યું હતું.

- text

ગુજરાત રાજ્યના દરેક બાળકની એડમિશન પ્રક્રિયા આગળ ધપે અને આગળનો અભ્યાસ સારી રીતે કરી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે રાજ્યનો શિક્ષણ વિભાગ સંનિષ્ઠતાથી કામ કરી રહ્યું છે. તે માટે સચોટ કામગીરી કરવામાં આવી રહી છે. ઉત્તરવહી ચકાસણી સંદર્ભે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતીરા અને સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુલ્યાંકન કેન્દ્રના દરેક વર્ગને સેનેટાઈઝ કરવામાં આવે છે કે નહિ. શિક્ષકોને ટીમ વચ્ચે સેનેટાઈઝરની સુવિધા આપવામાં આવી છે કે નહી તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી કતીરાએ પેપર ચેક કરતા શિક્ષકોને ફરજિયાત માસ્ક પહેરવાની પણ સુચના આપવામાં આવી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text