આજે વિશ્વ હિમોફિલિયા દિવસ : જરૂર પડ્યે દર્દીઓ બાબુભાઇ પરમારનો સંપર્ક કરી શકશે

- text


મોરબી : આજે તારીખ ૧૭ એપ્રિલના દિવસે વિશ્વભરમાં વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે હિમોફિલિયાના દર્દીઓને પ્રોત્સાહિત કરવાના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, પરંતુ આ વર્ષે વિશ્વમાં કોરોના મહામારીના ખુબજ કપરા દિવસોના કારણે ઉપરોક્ત દિવસની ઉજવણી મોકૂફ રાખેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવી મહામારીના દિવસોમાં પણ રાજ્ય સરકારના સહયોગથી ખુબ જ મોંઘા એવા હિમોફિલિયાના દર્દીને અપાતા ફેક્ટર – ૮ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે તે માટે હિમોફિલિયા પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. વધુ માહિતી તેમજ જરૂર પડ્યે હિમોફિલિયાના દર્દીઓને મદદ માટે બાબુભાઇ પરમારના મોબાઇલ નં. ૯૯૦૪૦ ૩૧૨૫૫ પર સંપર્ક કરી શકશે.

- text