મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગના 33 ગુના નોંધાયા : 99ની અટકાયત

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસે લોકડાઉનનો ભંગ કરનાર પર તવાઈ જારી રાખી છે. જેમાં મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાના ભાંગના 33 ગુના નોંધાયા છે અને 99 લોકોની લોકડાઉન ભંગ બદલ અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત બિનજરૂરી અવરજવર કરવા મામલે 14 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સૂચના અનુસાર મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટાફ દ્વારા લોકડાઉનના જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબી પોલીસ દ્વારા બિનજરૂરી દુકાનો ખુલ્લી રાખવા મામલે 4 કેસો નોંધીને ચારેય દુકાનદારોની અટકાયત કરવામાં આવી હતી. તેમજ ટોળું ભેગું થયું હોય તેવા 15 કેસો કરીને 70 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભંગ બદલ એક કેસ નોંધીને 6 વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ બીજા શહેરો માંથી આવેલા બિનજરૂરી અવરજવરના 12 કેસો નોંધી 19 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. આ રીતે જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાના ભાંગના 33 ગુના નોંધાયા હતા અને 99 લોકોની લોકડાઉન ભંગ બદલ અટકાયત કરવામાં આવી હતી.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text