અમદાવાદથી મોરબી લૌકિકે આવેલા 6 લોકો સામે ગુન્હો નોંધી કવરોન્ટાઇન કરાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં એક પોઝિટિવ કેસ બાદ બીજા જિલ્લામાંથી લોકોની મોરબીમાં અવર જવર પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે અમદાવાદથી મોરબી લૌકિકે આવેલા છ લોકો સામે લોકડાઉન ભંગનો ગુન્હો નોંધી તેમને કવરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

મળતી વિગત મુજબ અમદાવાદથી મોરબીના વિશિપરામાં સબંધીને ત્યાં લૌકિકે આવેલા (૧) ભરતભાઇ મોહનભાઇ ચાવડા ધંધો.સેલ્સમેન રહે.અમદાવાદ ડી-૧૦૩ દેવ માણેક એપાર્મેન્ટ સ્મશાનની બાજુમા કેનાલ રોડ ન્યુ નારોલ (૨) મીનાબેન ભરતભાઇ મોહનભાઇ ચાવડા ઉવ.૩૪ ધંધો.ઘરકામ રહે.અમદાવાદ ડી-૧૦૩દેવ માણેક એપાર્મેન્ટ સ્મશાનની બાજુમા કેનાલ રોડ ન્યુ નારોલ (૩) મહેશભાઇ બાબુભાઇ વાધેલા ઉવ.૩૮ ધંધો.દરજીકામ રહે.અમદાવાદ સુખીપરુા નવા શારદા મંદિર પાલડી રોડ (૪)હરેશભાઇ સુરેશભાઇ વાધેલા ઉવ.૩૬ ધંધો.મજુરી રહે. બાબાપટેલની ચાલી ઉતમનગર મણીનગર અમદાવાદ (૫) મોહનભાઇ હમિરભાઇ વાધેલ ઉવ.૬૧ ધંધો. મજુરી રહે બાબાપટેલની ચાલી ઉતમનગર મણીનગર અમદાવાદ (૬) માવજીભાઇ હમિરભાઇ વાધેલા ઉવ.૫૧ ધંધો.મજુરી રહે.બાબાપટેલની ચાલી ઉતમનગર મણીનગર અમદાવાદવાળાને પોલીસે અટક કરી તેમની સામે લોકડાઉન ભંગનો ગુન્હો બી ડિવિઝન પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. અને આરોગ્ય વિભાગ દ્વારા હાલ આ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text