મોરબી : લોકડાઉનમાં જુગાર રમતા છ પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીની દફતરી શેરીમાં ગત મોડી રાત્રીના ત્રણેક વાગ્યે રેડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન જાહેરમાં જુગાર રમતા જીતેન્દ્ર રમેશ વાળા (ઉ.વ. 28), મૌલિક વિજયભાઈ (ઉ.વ. 26), જીગર વૃજલાલ મિસ્ત્રી (ઉ.વ. 31), આકાશ સુરેશભાઈ (ઉ.વ. 23), ધવલ હસમુખ પરમાર (ઉ.વ. 29) અને પ્રદીપ દુર્લભજીભાઈ (ઉ.વ. 28) (રહે.બધા મોરબી) પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ આરોપીઓની રોકડ રકમ રૂ. 10,720 સાથે અટકાયત કરવામાં આવી હતી. તેમજ તેઓની સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

- text