મહેન્દ્રનગર, થોરાળા અને નાનાભેલા ગામને સૅનેટાઇઝ કરાયા

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા રામધન આશ્રમ સહીત સમગ્ર ગામને સૅનેટાઇઝ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રામધન આશ્રમ તથા ગામના યુવાનો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અને કોરોના વાયરસ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત, થોરાળા અને નાનાભેલા ગામમાં પણ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં દવાનો છંટકાવ કરી ગામને સૅનેટાઇઝ કરવામાં આવ્યા છે. આમ, સાવચેતીના પગલાંરૂપે અનેક ગામોમાં સેનીટાઇઝરનો છંટકાવ કરાયો છે. ખાખરાળાંના સરપંચ તથા ઉપસરપંચ દ્વારા માસ્કનું વિતરણ કરાયું

- text

મોરબી : ખાખરાળાં ગામના સરપંચ કમલેશભાઈ વડાવિયા તથા ઉપસરપંચ સાવસેતા ભુપતભાઇ તરફથી ગામના દરેક આશરે 700 જેટલા પરિવારોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, ખાખરાળાં ગામમાં સરપંચની ઉપસ્થિતિમાં યુવાનોના સહયોગથી સમગ્ર ગામમાં સૅનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેથી, કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય અને તેના ચેપથી ગ્રામજનોને રક્ષણ મળે. તે હેતુથી સાવચેતીના પગલાં રૂપે માસ્કનું વિતરણ કરાયું હતું.

 

- text