મોરબીના સંસ્કૃતિ યોગ ગઠબંધન ટ્રસ્ટ દ્વારા ગરીબો માટે સાંજના ભોજનની વ્યવસ્થા કરાઈ

- text


મોરબી : મોરબીના સંસ્કૃતિ યોગ કટ બંધન ટ્રસ્ટ દ્વારા રમેશભાઈ ઘેટિયાના સહયોગથી તારીખ 2 એપ્રિલથી 30 એપ્રિલ સુધી આશરે 800 લોકો માટે સાંજના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સનાળા રોડ પર આવેલ સિદ્ધિવિનાયક વાડીમાં રસોઈ બનાવવામાં આવે છે તેમજ ટીંબડીના પાટીયા પાસેની ઝૂપડપટ્ટીમાં, મહેન્દ્રનગર- ઇન્દિરાનગરની પાછળના ભાગમાં તથા જુના ઘુંટુ રોડ ઉપર રહેતા ગરીબોને સાંજના ભોજનનું વિતરણ કરવામાં આવે છે. આ કાર્યમાં લાઇફ મિશન સભ્યો દિનેશભાઈ રંગપરીયા ભરતભાઈ સિદ્ધિવિનાયક વાડીના માલિક ગીરીશભાઈ જોશી, ભક્તિનગર સોસાયટીના રહીશો સહિતના લોકો દ્વારા સેવા આપવામાં આવે છે તેમજ આ કાર્ય ટ્રસ્ટના પ્રમુખ કે. જી. કુંડારીયાના માર્ગદર્શન હેઠળ ચલાવામાં આવે છે. ગરીબો ભારતે ભોજનમાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે તેમજ બાળકો માટે સેવ મમરા સહિતના પેકેટ પણ પહોંચાડવામાં આવે છે.

- text