માળીયાના નવા અજીયાસર ગામે બમ્પ બનાવવા મામલે યુવાન પર કુહાડીથી હુમલો

- text


ચાર શખ્સોએ હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

માળીયા : માળીયા મિયાણાના નવા અજીયાસર ગામે સ્પીડ બ્રેકર બનાવવા મામલે માથાકૂટ થતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ યુવાન ઉપર કુહાડીથી હુમલો કર્યો હોવાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધોને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા તાલુકાના નવા અજીયાસર ગામે રહેતા સલીમભાઈ જુસબભાઈ માણેક ઉ.વ.45 નામના યુવાને તે જ ગામે રહેતા જુસબ ઈલ્યાસ જંગિયા, સિકંદર જુસબ જંગિયા, સલીમ જુસબ જંગિયા અને જુમ્મો મોવર નામના ચાર શખ્સો સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવો હતી કે ગઈકાલે તા.5 ના રોજ મવા અજિયાસર ગામે રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવા મામલે ફરિયાદીના ભત્રીજાને આરોપીઓ સાથે ડખ્ખો થતા ઉશ્કેરાઈ જઈને ચારેય શખ્સોએ ફરિયાદી યુવાન ઉપર કુહાડીથી હુમલો કર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને આ બનાવ અંગે તેણે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

- text