જૂના ઘાંટીલા, જેતપર, નાની વાવડી સહિતના ગામો સજ્જડ બંધ

- text


મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જનતા કર્ફયુને સમર્થન

મોરબી : કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તા. 22 માર્ચના રોજ દેશભરમાં જનતા કર્ફ્યુ રાખવાની અપીલ કરી હતી. જેના સમર્થનમાં મોરબી જિલ્લાના શહેરી વિસ્તારો સહીત ગ્રામ્ય વિસ્તારો પણ સજ્જડ બંધ જોવા મળ્યા હતા. મોરબી જિલ્લાના છેવાડાના ગામોએ પણ બંધ પાળીને કોરોના વાયરસ સામેની લડાઈમાં સહયોગ આપ્યો હતો.

- text

મોરબી જિલ્લાના જૂના ઘાંટીલા, જેતપર, નાની વાવડી સહિતના ગામો આજે જનતા કર્ફયુને સમર્થન આપવાના હેતુથી સ્વયંભૂ બંધ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી બજારોમાં દુકાનો બંધ જોવા મળી હતી. જરૂરી કામ સિવાય લોકો ઘરની બહાર ના નીકળતા હોવાથી રસ્તાઓ પર પણ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. તેમજ માત્ર આવશ્યક સેવાઓ અને મેડિકલ જેવી દુકાનો જ ચાલુ રહી હતી. ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ સુમસામ રહ્યા હતા. આમ, જિલ્લના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો જડબેસલાક બંધ રહેવાથી જનતા કર્ફયુને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો.

- text