હળવદવાસીઓ જનતા કરફ્યુમાં સ્વયંભૂ જોડાયા : દુકાનો, બજારો બંધ, રોડ-રસ્તા સુમસામ

- text


ચોરે ચોકે ક્યાંક ક્યાંક લોકોના ટોળા ભેગા થયા, પોલીસની કોઈ રોકટોક નહિ : પોલીસે હાઇવે ઉઘરાણા ચાલુ કર્યા

હળવદ : હળવદવાસીઓ જનતા કરફ્યુમાં સ્વયંભૂ જોડાયા હતા. દુકાનો અને બજારો સજ્જડ બંધ જોવા મળી હતી. જો કે આ વેળાએ ચોરે અને ચોકે ક્યાંક ક્યાંક ટોળા એકત્રિત થયા હતા. પરંતુ પોલીસની કોઈ રોક ન હતી. ઉલટાનું પોલીસે હાઇવે ઉપર જઈને વાહનચાલકો પાસેથી ઉઘરાણા ચાલુ કર્યા હતા.

કોરોનાના કહેરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલથી આજે સમગ્ર દેશમાં જનતા કરફ્યુ લાગુ કરાયો છે. જેમાં હળવદ પણ ચુસ્ત રીતે જોડાયું હતું. દિવસે અને રાતે ધમધમતી હળવદની બજારો આને સુમસામ ભાસી હતી. તમામ દુકાનો બંધ રહી હતી. જો કે કોઈ કિરાણા સ્ટોર અને મેડિકલ સ્ટોર લોકો માટે ખુલ્લા રખાયા હતા. આ ઉપરાંત શહેરના રોડ- રસ્તાઓ પણ ખાલી ખમ જોવા મળ્યા હતા.

- text

બીજી બાજુ અમુક લોકો ચોરે ચોકે ટોળા સ્વરૂપે એકત્રિત થયા હતા. જે નજર સમક્ષ નિહાળ્યું હોવા છતાં પોલીસે કોઇ પણ પ્રકારની રોક ટોક કરી ન હતી. આ વેળાએ પોલીસે હાઇવે ઉપર જઈને ટ્રાફિક નિયમો ન પાળતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.

- text