મોરબીમાં મોકડ્રિલ વખતે બેદરકારી બદલ સિવિલ હોસ્પિટલ પાસેથી ખુલાસો માંગતા આરોગ્ય અધિકારી

- text


 

મોકડ્રિલ વખતે એક- બે નહિ અનેક બેદરકારી આવી હતી સામે, પગલાં લેવા તબીબી અધિક્ષકને અપાયો એક દિવસનો સમય

મોરબી : મોરબી આરોગ્ય તંત્રએ આજે હાથ ધરેલી કોરોનાની મોકડ્રિલમાં હોસ્પિટલ તંત્રની અનેક બેદરકારીઓ સામે આવી હતી. જેમાં હોસ્પિટલના તબીબી અધિક્ષકને આરોગ્ય અધિકારીએ એક પત્ર પાઠવીને તેઓ પાસેથી ખુલાસો માંગ્યો છે. અને આ ક્ષતિઓ બાબતે પગલાં લેવા માટે તેઓને એક દિવસનો સમય આપવામાં આવ્યો છે.

પત્રમાં તબીબી અધિક્ષકને આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે મોકડ્રિલ માટે તૈયાર કરેલ વ્યક્તિને ઇમરજન્સી વિભાગમાં તપાસ માટે લઈ જતા ઓન ડ્યુટી મેડિકલ ઓફિસરે જુનિયર મેડિકલ ઓફિસરને અલગ રૂમમાં તપાસ કરવાનું કહ્યું હતું. ઇમરજન્સી ડોકટર ડ્યુટી રૂમમાં હેન્ડ વોશ કે હેન્ડ સેનિટાઈઝરની કોઈ અલગ વ્યવસ્થા જોવા મળી ન હતી. જુનિયર મેડિકલ ઓફિસર દ્વારા યોગ્ય પીપીઈનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

- text

વધુમાં જણાવાયું હતું કે જુનિયર મેડિકલ ઓફિસર દ્વારા ઉન્ડસનપૂર્વકની હિસ્ટ્રી લેવામાં આવી ન હતી. અને પ્રિસક્રિપ્સન લખી હિસ્ટ્રી મોકડ્રિલ માટે તૈયાર કરેલ વ્યક્તિને જતા રહેવાની સલાહ આપવામા આવી હતી. ત્યારબાદ રાજકોટમાં જાહેર થયેલા કોરોના વાયરસના દર્દી સાથે સંસર્ગમાં આવવાની હિસ્ટ્રી આર.બી.એસ.કે.ટિમ દ્વારા આપવામાં આવ્યા બાદ જુનિયર મેડિકલ ઓફિસર દ્વારા આર.એમ.ઓ.નો ટેલિફોનિક કોન્ટેકટ કરવામાં આવ્યો હતો. અને તેઓ દ્વારા ચેસ્ટ એક્સ-રેની સલાહ આપવામાં આવી હતી. ફિજીશિયનની સલાહ કે તેની તપાસ લેવામાં આવી ન હતી. અંતમાં જણાવ્યું હતું કે આ તમામ ક્ષતિઓ અંગે લીધેલ પગલાંનો અહેવસલ એક દિવસમાં મોકલી આપવાનો રહેશે.

- text