ઘુંટું, ચાંચાવદરડા, આમરણ, લાલપર, મહેન્દ્રગઢ ગ્રામ પંચાયત દ્વારા કોરોનાને લઈને જાહેર કરાયા કડક નિયમો

- text


મોરબી : કોરોના વાઇરસને વધુ પ્રસરતો રોકવા માટે નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓમાં કડક જાહેરનામાઓ બહાર પાડવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લાની ગ્રામપંચાયતોએ પણ ગામમાં કોરોના પ્રત્યે જાગૃતિ અને સલામતી માટેના ધારાધોરણો બહાર પાડ્યા છે. જે અન્વયે આજે ઘુંટું, ચાંચાવદરડા, આમરણ, લાલપર, મહેન્દ્રગઢ સહિત ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક ગ્રામજનો માટેની એડવાઇઝરી જાહેર કરી છે.

- text

આ ગ્રામ પંચાયતો દ્વારા આજે સ્થાનીય ગ્રામજનો માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. કોરોનાનું પ્રસરણ રોકવા માટે જાહેર કરેલી આ સુચનાઓમાં જણાવવામાં આવ્યું છે કે નાના મોટા દુકાનદારો, લારી ગલ્લા વાળા તથા ચા ફરસાણ, હોટલ-રેસ્ટોરન્ટ સહિતના સ્થાનો પર ચારથી વધુ માણસો એકઠા ન થવા દેવા અને દુકાનો બંધ રાખવા તથા ફરીથી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી ઠંડાપીણાનું વેચાણ સદંતર બંધ રાખવા ખાસ તાકીદ કરવામાં આવે છે. આ સુચનાનું પાલન નહિ કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તથા ગ્રામપંચાયત દ્વારા 5100 રૂપિયાનો કાયદાકીય દંડ ભરાવવામાં આવશે. જાહેરમાં થૂંકનાર લોકોને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. દરેક લોકોએ પોતાની નૈતિક જવાબદારી સમજી હાલ અમલમાં મુકેલી વ્યવસ્થામાં સહકાર આપવા આ ગ્રામ પંચાયતોએ અપીલ કરી છે.

- text