મોરબી : પરિણીતાને લગ્ન માટે દબાણ કરનાર યુવક સામે ફરિયાદ

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાન્તિનગર વિસ્તારમાં રહેતી પરિણીત મહિલા એ લગ્ન માટે દબાણ કરનાર યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

- text

ગઈકાલે તા. 13 માર્ચના રોજ ફરિયાદી શહેનાજબેન શાહરૂખભાઇ મહમદભાઇ હિંગોરજા (ઉ.વ.૨૫, ધંધો.ઘરકામ, રહે.કાન્તિનગર, મસ્જીદવાળી શેરી, માળીયા ફાટક પાસે, મોરબી-૨)ને આરોપી યુનુશભાઇ સીદીકભાઇ હિંગોળજા (રહે. ટગા ગામ, તા.રાપર, જી.કચ્છ-ભુજ) એ પોતાની સાથે પ્રેમ સબંધ બાંધવા તથા લગ્ન નહિ કરે તો ફરીયાદી તથા તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ગાળો આપી લોખંડના બોથડ હથિયારથી વાસામાં મારી મુઢ ઇજા કરી હતી. આ બનાવની સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text