મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ દ્વારા ઉદ્યોગકારોને વિદેશીઓ સાથેની મિટિંગ ટાળવા અપીલ

- text


કોરોના વાયરસને પગલે તમામ લોકોને સાવચેતી રાખવા સૂચન

મોરબી : મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ નિલેશ જેતપરિયા દ્વારા કોરોના વાયરસને પગલે ઉદ્યોગકારોને વિદેશીઓ સાથેની મિટિંગ ટાળવા તેમજ તમામ લોકોને સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.

નિલેશ જેતપરિયા એ જણાવ્યું છે કે મોરબીના તમામ ઉધોગકારોએ વિદેશના ગ્રાહકોને અત્યારે બીઝનેશ મીટીગ માટે આમંત્રીત કરવા નહી અને જો કોઇ ગ્રાહક આવવા માટે કહે તો પ્રેમથી તેને કોરોના વાયરસ કંટ્રોલમા આવે પછી મળીશુ તેમ કહીને વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા સહયોગ આપવા અપીલ કરાઈ છે. તેમજ શક્ય હોય સ્ટાફ પણ અત્યારે મુલાકાતો ટાળે એ હિતાવહ છે. અત્યારે બને ત્યા સુધી ફોન/ઇમેલ/વોટસએપથી વેપારના વહીવટો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

- text

આ ઉપરાંત, મોરબીના તમામ નાગરીકોને પણ વિનંતી કરવામાં આવી છે કે બને ત્યા સુધી મેળાવડા/ધાર્મિક કે સામાજીક સંમેલનો/લગ્ન અને અન્ય શુભ પ્રસંગોને ટાળો અથવા સાદાઇથી કરો. જેથી, કરીને ઓછા લોકોને મળવાનુ થાય. કારીગરો પણ બને ત્યા સુધી ટ્રાવેલીંગ કરવાનુ ટાળે કારણ કે કેટલાય રાજયો કોરોનની ઝપટે આવી ગયા છે. તેમજ બને ત્યા સુધી ફલાઇટ / એરપોર્ટનો પણ ઉપયોગ ટાળો અને પ્રાણાયામ અને યોગ કરો અને સાથોસાથ શરદી ના થાય તે માટે સાવચેતી રાખો. હાથ / મોઢુ સાબુથી ધુઓ અને જો શરદી હોય તો માસ્ક N95નો ઉપયોગ કરો. લોકોને મળો ત્યારે હસ્તધનુન ના બદલે નમસ્કાર કરો, તેવી અપીલ સીરામીક એસોસીએશનના પ્રમુખ નિલેશ જેતપરિયા દ્વારા કરવામાં આવી છે.

- text