મોરબીના નિવૃત RFO ધરમશીભાઈ લોરિયા અને તેમના પત્નીનું વિરમગામ પાસે કાર અકસ્માતમાં મોત

- text


મોરબી : મોરબીના નિવૃત્ત આરએફઓ ધરમશીભાઈ લોરીયા અને તેમના પત્ની આજે મોરબીથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીપોર્ટ કરાવવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન વિરમગામ પાસે અકસ્માતમાં બન્નેના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયાના વેજલપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી શહેરની અવની ચોકડી પાસે શ્યામ પાર્કમાં રહેતા નિવૃત આરએફઓ ધરમશીભાઈ મધુભાઈ લોરીયા (ઉ.વ.65) અને તેમના પત્ની જોત્સનાબેન ધરમશીભાઈ લોરીયા (ઉ.વ.60) આજે સવારે મોરબીથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ રહ્યા હતા ત્યારે તેઓની કાર નં જીજે 36 એફ 703ને વિરમગામ પાસે અકસ્માત સર્જાયો હતો. તેઓની કાર પલટી મારીને નાલામાં પડી ગઇ હતી. આ બનાવમાં ધરમશીભાઇ લોરીયા અને જોત્સનાબેન લોરીયાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.

- text