વાંકાનેર : દારૂ વેંચવાનો સાઈડ બિઝનેસ કરતો ડ્રાઇવર 8 બોટલ સાથે ઝડપાયો

- text


વાંકાનેર : મૂળ ડ્રાઈવરનો વ્યવસાય કરતો શખ્સ વધારાની આવક મેળવવા ગેરકાયદે દારૂ વેંચવાનો ધંધાર્થી બની ગયો હતો. જેને તાલુકાના લાકડધાર ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે 8 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

લાકડધાર ગામે શ્રી કારખાનાની સામે રહેતા રણછોડભાઈ કાળાભાઈ અણીયારીયા ઉં.વ. 32ને તાલુકા પોલીસે રેડ દરમ્યાન રોયલ જનરલ રિઝર્વ વ્હીસ્કીની 8 બોટલ કિંમત રૂ 2400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ડ્રાઇવિંગનો ધંધો કરતો આરોપી વધુ આવક મેળવવાની લાલચે સાઈડમાં ગેરકાયદે દારૂ લાવીને વેંચવાના રવાડે ચડ્યો હતો. દારૂનો જથ્થો ક્યાંથી મેળવતો હતો અને કોને કોને સપ્લાય કરતો હતો એ જાણવા પોલીસે આરોપીની વિસ્તૃત પૂછપરછ હાથ ધરી છે. તાલુકા પો. મથકના પો.હેડ.કોન્સ. મનીષકુમાર લલિતભાઈ કેસની તપાસ ચલાવી રહ્યા છે.

- text