મોરબીમાં સુવર્ણપ્રાશન તથા નિદાન-સારવાર કેમ્પ યોજાયો

- text


મોરબી : નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબીના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે સુવર્ણપ્રાશન કેમ્પ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો.

- text

નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબીના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ – મોરબી, મહેન્દ્રસિંહજી હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે સવારે 9:00 થી 12:00 સુધી બાળકો માટે સુવર્ણપ્રાશન કેમ્પ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કપાસી, સાંધાના દુ:ખાવા, ખભાના દુ:ખાવા, સાઈટિકા, કમરના દુ:ખાવા, એડીના દુ:ખાવા વગેરે દુ:ખાવા માટે અગ્નિ કર્મ તેમજ મર્મ ચિકિત્સા પધ્ધતિ મુજબ સારવાર કરવામાં આવેલ હતી.જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીઘો હતો. આ કેમ્પમાં વૈદ્ય પંચકર્મ ડૉ. એસ.એન.દવે ,વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, સહિતના ડૉક્ટર્સ સેવા આપેલ હતી.

- text