રંગપર ગામ પાસેથી ચાર બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

- text


મોરબી : તાલુકાના રંગપર ગામની સીમ પાસેથી બાઇક પર નીકળેલા બે શખ્સોને ચાર બોટલ વિદેશી દારૂ સાથે તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી તાલુકાના બેલા-જેતપર રોડ પર રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલપંપ પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ 13 S 4770 પર પસાર થતા દિપક રામસંગભાઈ ઉધરેજા (ઉં.વ. 30 રહે. હાલ પીપળી ગામ) તથા કિશનભાઈ બેચરભાઈ રાઠોડ (ઉં.વ.21, રહે. રંગપર ગામની સીમમાં)ને ક્રેઝી રોમીઓ વ્હીસ્કીની ચાર બોટલ કિંમત રૂ. 1200 તથા 10,000 રૂ.ની કિંમતના બાઇક સાથે ઝડપી પાડી કુલ 11200નો મુદ્દામાલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી કેસની વધુ તપાસ મોરબી તા.પો.સ્ટે.ના એ.એસ.આઈ. આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે.

- text