રાજકોટમાં યોજાયેલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં મોરબીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

- text


મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગની બેઠક ગઈકાલે તા. 8/3/2020 ને રવિવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.બી.એ. ભવન હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓમાંથી જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અખિલ ભારતીય સંગઠન મંત્રી મહેન્દ્રજી કપૂર, અખિલ ભારતીય માધ્યમિક સચિવ મોહનજી પુરોહિત તેમજ ગુજરાતના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત ટીમના ઘનશ્યામભાઈ પટેલ, ભીખાભાઇ પટેલ, રતુભાઈ ગોળ, ભવિનભાઈ ભટ્ટ, રમેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહીને શિક્ષકોનું માર્ગદર્શન કરેલ હતું. આ બેઠકમાં મોરબી જિલ્લામાંથી અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી, મંત્રી કિરણભાઈ કાચરોલા, ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ અને કિરીટભાઈ દેકાવડીયા તેમજ સંગઠન મંત્રી પ્રાણજીવનભાઈ વિડજા અને પ્રચાર મંત્રી હિતેશભાઈ પંચોટિયા ઉપરાંત અન્ય શિક્ષકો પણ હાજર રહ્યા હતા.

- text