મોરબીથી મહારાષ્ટ્ર જતી 8 ટ્રકમાથી ઇ-વે બીલ વગરની 10 કરોડથી વધુ રકમની સીરામીક પ્રોડક્ટ ઝડપાઇ

- text


મોરબી : ટ્રાન્સપોર્ટેશનમાં જ્યારથી ઇ-વે બીલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે ત્યારથી ટેક્સ ચોરી કરવા માટે અમુક ઉધોગકારો વિવિધ તરકીબ અપનાવીને છટકબારી શોધતા જ રહે છે. 50 હજારથી વધુની રકમના માલની હેરફેર માટે ઇ-બીલ જરૂરી છે. ત્યારે મોરબીથી અન્ય રાજ્યોમાં જતી સીરામીક પ્રોડક્ટના કરોડો રૂપિયાની કિંમતના માલ માટે ઇ-વે બીલ હોવુ ફરજીયાત જ હોય છે. સીજીએસટીની એક ટીમે બીલ વગર મહારાષ્ટ્ર જતી 8 ટ્રકોને ઝડપી પાડી ટેક્સ અને પેનલ્ટીની રકમ વસૂલવા કાર્યવાહી હાથ ધરતા બીલ વગર વહીવટ કરતા સીરામીક એકમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

- text

સીજીએસટીની ટીમ મોરબી-ટંકારા હાઇવે પર ચેકીંગમાં હતી ત્યારે એક પછી એક એમ કુલ 8 ટ્રકોને રોકતા તેના ડ્રાયવર પાસે ઇ-બીલના બદલે કાચી ચિઠ્ઠી જ મળી આવતા તમામ આઠ ટ્રકો ડિટેઇન કરવામાં આવી હતી. જે પેઢીનો માલ આ ટ્રકોમાં હતો ત્યાં તપાસ કરવામા આવતા કાચા બિલો મળી આવ્યા હતા જે કબ્જે લેવાયા હતા. આ સંદર્ભે હાલ તો ટ્રક કબ્જે કરી ટ્રક માલિકોને 8 દિવસની મુદત આપી ટેક્સની રકમ પેનલ્ટી સાથે ભરી જવા જણાવાયુ છે. ત્યારે એ સવાલ જાણકારોમાં ચર્ચાઈ રહ્યો છે કે રોજની કેટલી ટ્રકો જીએસટી અધિકારીઓની નજર ચૂકવીને નીકળી જતી હશે અને મહિને કેટલા કરોડની ટેક્સ ચોરી થતી હશે એ અનુમાનનો જ વિષય છે.

- text