મોરબીમાં આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

- text


મોરબી : સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ- મોરબી તથા મોરબી વૈદ્ય સભાના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ કેમ્પમાં લાભ લીધો હતો.

- text

સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ- મોરબી તથા મોરબી વૈદ્ય સભાના સંયુક્ત ઉપક્રમે ધન્વન્તરિ ભવન, કાયાજી પ્લોટ મોરબી ખાતે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં સાંધાના દુખાવા, કમરના દુખાવા, મણકાની તકલીફ, ગરદનના દુખાવા વગેરેની આયુર્વેદિક અગ્નિ કર્મ તેમજ મર્મ ચિકિત્સા પધ્ધતિ મુજબ સારવાર કરવામાં આવેલ હતી. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીઘો હતો. આ કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, વૈદ્ય પ્રવિણભાઈ વડાવિયા, વૈદ્ય મિલનભાઇ સોલંકી સહિતના ડૉક્ટર્સ સેવા આપેલ હતી. તેમજ અગ્નિ કર્મ તેમજ મર્મ ચિકિત્સા પધ્ધતિ મુજબની સારવાર સરકારી આયુર્વેદ દવાખાનુ જનરલ હોસ્પિટલ મોરબી તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબીમાં વિનામુલ્યે ઉપલબ્ધ હોય જેની જાહેર જનતાએ લાભ લેવા વૈદ્ય ખ્યાતિબેન ઠકરારએ અનુરોધ કર્યો હતો.

- text