વાઘપર (પી.) ખાતે રાજકોટ ડિસ્ટ્રીકટ કો. ઓ. બેંકના નવા ભવનના ઉદ્ઘાટન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનુ આયોજન

- text


પ્રોત્સાહન ઈનામી યોજના હેઠળ વિજેતા મંડળીઓને બાઇક ઇનામ વિતરણ, અકસ્માત વિમા ચેક વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબી : શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક લી. -રાજકોટ તથા ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ.બેંક. લી. અમદાવાદ તથા ઇન્ડિયન ફાર્મર્સ ફરટીલાઈઝર કો-ઓપ.લી. – ન્યુ દિલ્હીના સયુંકત ઉપક્રમે તારીખ 22 ફેબ્રુઆરીને શનિવારે સવારે 09:00 કલાકે વાઘપર (પીલુડ) ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ છે.

ઉપરોક્ત કાર્યક્રમમાં બેંકના નવનિયુક્ત ચેરમેન જયેશભાઇ રાદડિયા, કૃભકોના નવનિયુક્ત ડિરેકટર મગનભાઈ વડાવીયા તથા નાફેડના નવનિયુક ડિરેકટર મોહનભાઇ કુંડારિયાનુ સહયોગી સહકારી સંસ્થાઓ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામા આવશે. શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક લી.ના ડિરેકટર વાઘજીભાઈ બોડાના હસ્તે ઉદ્ધાતીટ થનાર આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા રહેશે.

આ સમારોહ દરમ્યાન બેંકની શાખાના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન માર્કેટિંગયાર્ડ મોરબીના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયાના હસ્તે થશે. સમગ્ર કાર્યક્રમનુ ઉદ્ઘાટન શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક લી.ના ડિરેકટર વાઘજીભાઈ બોડાના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમ દરમ્યાન બેંક સાથે સંયોજિત ખેતી વિષયક મંડળીઓની શ્રેષ્ઠ કામગીરી માટે સને 2017-18ના વર્ષની બેંકની પ્રોત્સાહન ઈનામી યોજના અન્વયે વિજેતા મંડળીઓને મોટરસાયકલ ઇનામ વિતરણ પણ યોજાશે. ખેડૂત શિબિર સાથે અકસ્માત વિમા ચેકોનુ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે.

અદના આદમીની અડીખમ બેંક તરીકે ખ્યાતિ પ્રાપ્ત શ્રી રાજકોટ ડી.કો.ઓપ.બેંક.લી.ના આ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માટે પ્રદીપભાઈ વોરા (ચીફ એકઝી. ઓફિસર, ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ.બેંક.લી. અમદાવાદ), વી.એમ.સખીયા (જનરલ મેનેજર શ્રી રાજકોટ ડી.કો.ઓપ.બેંક. લી. રાજકોટ), વિનોદભાઈ લોરીયા (પ્રમુખ શ્રી વાઘપર પી. સેવા સહકારી મંડળી લી.) તથા એન.એસ. પટેલ (સ્ટેટ માર્કેટિંગ મેનેજર, ઇફકો, અમદાવાદ)એ ગ્રાહકો અને સભ્યોને જાહેર નિમંત્રણ પાઠવ્યુ છે.

- text

- text