મોરબીના સીરામીક યુનિટમાં છત પરથી પડી જતા મજુરનું મોત

- text


મોરબી : મોરબીના એક સીરામીક યુનિટમાં છત પરથી પડી જતા મજુરનું મોત નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગત મુજબ મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીકમાં મજૂરીકામ કરતા પરપ્રાંતીય ઉત્તમ ગોપીનાથ દેઠુરી (ઉ.વ. 40) ગઈકાલે સવારે લેબર ક્વાટરમાં ત્રીજા માળની છત ઉપરથી નીચે પડી ગયો હતો. બાદમાં તેમના મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

- text