મોરબી : ઇન્ટરનેટ સેવા આપતી કંપનીઓ દ્વારા ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવા માંગ

- text


મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, માલધારી સેલના ઉપપ્રમુખ દ્વારા વોડાફોન સહીત બધી જ કંપનીઓ તરફથી થતા અન્યાય અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અંગે પગલાં લેવા અંગે કેન્દ્ર સરકારના સંદેશા વ્યવહાર વિભાગના મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી સહીત સમગ્ર ગુજરાત રાજ્યમાં વોડાફોન તેમજ અન્ય બધી જ અન્ય કંપનીઓ દ્વારા મોબાઇલધારકો પાસેથી 4જીનો ચાર્જ વસૂલી અને ગ્રાહકોને 2જી કે 3જી જેટલી સુવિધા પણ મળતી નથી. આમ, 4જીના નામે મોટી રકમ લઇ લોકોને પરેશાન કરતા હોય. આથી, આ કંપનીના નિયમો સામે ધોરણસર કાયદેસરના પગલાં લેવા અને લાભાર્થી ગ્રાહકોના હક્ક-હિત જળવાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. આ કંપનીઓ દ્વારા 2જી અને 3જી મુજબ જ સ્પીડ નેટવર્ક આપતા હોય, જેના લીધે મોબાઇલધારકોને જરૂરી કામ પણ અટવાય છે. તેમજ ઇન્ટરનેટનું નેટવર્ક કલાકો સુધી જામ હોય છે અને ચાલતું જ નથી. જેને કારણે સંદેશા વ્યવહાર બંધ થઇ જાય છે. આથી, આ અંગે સબંધકર્તા કંપનીઓ સામે ધોરણસર કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે.

- text

ઉલ્લેખનીય છે કે આ બાબતે ગ્રાહકો અવારનવાર કંપનીના હેલ્પલાઇન નંબર પર કોલ કરે છે ત્યારે પહેલા તો કેટલીવાર સુધી તેઓ કોલ રિસીવ કરતા નથી. અને રિસીવ થાય તો એવા જવાબ મળે છે કે આપના એરિયામાં મેન્ટેનન્સની કામગીરી ચાલતી હોવાથી બે કલાકમાં નેટવર્ક બરાબર થઇ જશે. આ સમસ્યા છેલ્લા એક-દોઢ વર્ષથી ચાલી આવે છે તેમજ હજુ તેની પરિસ્થિતિમાં સુધારો આવ્યો નથી. આથી, આ બાબતે વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી છે.

- text