નારણકા ગામમાં ઝેરી દવા પી જતા તરૂણીનું મોત

- text


મોરબી : ગઈકાલે તા. 9 ફેબ્રુઆરીના રોજ નારણકા ગામની ઓરડીમાં પારૂબેન જયંતીભાઇ નાયકા (ઉ.વ.૧૫, રહે. નારણકા ગામની ઓરડીમાં, તા.જી. મોરબી)એ કોઇપણ કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લીધેલ, ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text