મોરબી : પી.જી.પટેલ કોલેજ ખાતે રવિવારે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન

- text


મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી અને પી.જી.પટેલ કોલેજના સયુંકત ઉપક્રમે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 9 ફેબ્રુઆરીને રવિવારે સવારે 09:30 કલાકથી શરૂ થનાર આ યોગ શિબિરમાં માણાવદર વાળા મનીષભાઈ વ્યાસ મુખ્ય માર્ગદર્શક તરીકે સેવા આપનાર છે. લયબદ્ધ શ્વસન દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય બનાવવાની ક્રિયાનું નિદર્શન કરી અહીં કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે એવા યોગ શીખવાડવામાં આવશે. શનાળા રોડ ખાતે પી.જી.પટેલ કોમર્સ કોલેજમાં 9 ફેબ્રુઆરીના દિવસે સવારે 09:30 કલાકે શિબિરનો પ્રારંભ થશે.

- text