મોરબી જિલ્લા અદાલત ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું લોકાર્પણ

- text


મહિલાઓના અત્યાચારને લગતા ગુનાઓમાં સાક્ષીઓ નિર્ભયતાથી નિવેદન આપી શકે તે માટે સાક્ષી જુબાની આજથી કેન્દ્ર કાર્યરત કરાયું

મોરબી : મોરબી જિલ્લા અદાલત ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓના અત્યાચારને લગતા ગુનાઓમાં સાક્ષીઓ નિર્ભયતાથી નિવેદન આપી શકે તે માટે સાક્ષી જુબાની આજથી કેન્દ્ર કાર્યરત કરાયું છે.

મોરબી જિલ્લા અદાલત ખાતે આજે ગુજરાત હાઈકોર્ટેના ન્યાયમૂર્તિ અને મોરબી જિલ્લાના એડમિનિસ્ટેટીવ જજ એસ.એચ.વોરા હસ્તે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર (વલનરેબલ વિટનેશ ડીપોઝીશન સેન્ટર ) નું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ તકે એડી ડ્રિસ્ટીકટ ન્યાયમૂર્તિ એમ. કે. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા 2012થી બાળકોના જાતીય શોષણ સામે રક્ષણ આપતા કાયદા પોકસો એકટની જોગવાઈ કરવામાં આવી છે. અને સમાજમાં બાળકો ઉપર આવા અત્યાચારના બનાવો બની વધી રહ્યા હોય તે દેશ અને સમાજમાં માટે ચિંતાજનક છે.ત્યારે આવા કેસો પીડિત અને સાક્ષીઓનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તેથી, આવા ગંભીર કેસોના પડિતો અને સાક્ષીઓ નિર્ભય રીતે કોર્ટમાં જુબાની આપી શકે તે માટે હાઇકોર્ટે દ્વારા રાજ્યના તમામ કોર્ટમાં પોકસો ટ્રાયલ ચાલે છે. તે તમામ કોર્ટમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તે મુજબ મોરબીમાં પણ આ કેન્દ્ર આજથી શરૂ કરાયું છે. પોકસો કેસમાં બાળકોનું હિત જળવાઈ રહે તે માટેના સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે.

- text

ન્યાયમૂર્તિએ મોરબીના વકીલો સાથે ઝડપી અને ગુણવત્તાસભર ન્યાયિક પ્રણાલી માટે ગોષ્ઠિ કરી હતી. જેમાં સમાજને સાચી દિશામાં ગુણવત્તા સભર ન્યાય મળી રહે અને સમાજમાં ગુનાઓ કરનાર જે રીઢા ગુનેગારોમાં દાખલો બેસે અને તેમના મનમાં ડર પેદા થાય સાથેસાથે સમાજમાં એવા ઘણા ગુના બને છે કે જેમાં ક્ષણિક આવેશમાં ગુના કરી બેસે છે, એવા લોકોનો ગુના કરવાનો ઈરાદો હોતો નથી પણ સમય અને સંજોગને કારણે ગુનેગાર બનવા તરફ પ્રેરાય છે. એના સુધારણા માટે તક મળે તો પણ કાયદાનો આશય છે. અને સામાજિક સમરસતા જળવાઈ એ આપણા કાયદા અને બંધારણનો મુખ્ય આધાર છે અને એ દિશામાં પોલીસ ,વકીલ સહિત ન્યાય વ્યવસ્થા અને ગવર્મેન્ટ સંયુક્ત રીતે કામ કરે તે માટે ચિંતન મનન કરવામાં આવ્યું હતું. આ તકે ડિસ્ટ્રિક્ટ જજ એ. ડી. ઓઝા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ઉપાધ્યાય સાહેબ, એસપી કરનરાજ વાઘેલા, અધિક કલેકટર કેતન જોશી, મોરબી બાર એસોના પ્રમુખ દિલીપ અગેચણિયા સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

- text