મોરબીની આયુસ હોસ્પિટલમાં દર્દીને મદદ કરવાના બહાને એક શખ્સ મોબાઈલ લઈને છુમંતર

- text


દર્દીને મદદ કરવાના બહાને થેલી ફંફોસી મોબાઈલ લઈને રફુચક્કર થનાર શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ

મોરબી : મોરબીની આયુષ હોસ્પિટલમાં ધોળા દિવસે એક ચોંકાવનારો મોબાઈલ ચોરીનો બનાવ સામે આવ્યો હતો.ત્યારે એક શખ્સ દર્દીને મદદ કરવાના બહાને નજર ચૂકવીને સિફતપૂર્વક મહિલા ડોકટરનો કિંમતી મોબાઈલની ચોરી કરીને રફુચક્કર થઈ ગયો હતો.જોકે મોબાઇલની ચોરી કરનાર આ શખ્સ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલના ડો.નતેન્દ્રભાઈ પટેલે આ મોબાઈલ ચોરીની ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે ,તેમની હોસ્પિટલમાં આજે ત્રણ ઇમરજન્સી આવી હતી અને ઇમરજન્સી વોર્ડમાં આવેલ દર્દીઓને આ હોસ્પિટલના ડો.કાજલબેન તપાસતા હતા.દર્દીઓની તપાસ કરતા પહેલા તેમણે પોતાનો કિંમતી મોબાઈલ બાજુના ટેબલ ઉપર મુક્યો હતો.તે દરમિયાન એક શખ્સ દર્દીઓને મદદ કરવાના બહાને હોસ્પિટલમાં ઉપસ્થિત તમામની નજર ચૂકવી સિફતપૂવર્ક મહિલા ડોકટરના ટેબલ પર રહેલા મોબાઇલ સેરવીને નાસી છૂટ્યો હતો.જોકે તે વખતે આ વાતનો કોઈને પણ ખ્યાલ આવ્યો ન હતો.બાદ મહિલા ડોકટરનો મોબાઈલ ન મળતા અંતે હોસ્પિટલમાં સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા.

- text

સીસીટીવી ફૂટેજમાં આ શખ્સ મહિલા ડોકટરનો મોબાઈલ લઈને નાસી જતો જોવા મળ્યો હતો.આથી ડોકટરોએ દર્દીઓને એ શખ્સ મદદ કરતો હોય એના વિશે પૂછપરછ કરી હતી.પણ દર્દીઓએ કહ્યું કે એ શખ્સને ઓળખતા જ નથી.જોકે સીસીટીવી ફૂટેજની ગહનતાથી તપાસ કરતા આ શખ્સ પહેલા હોસ્પિટલમાં ચપ્પલ રાખવાની જગ્યાએ આટાફેરા કરતો હોય ત્યાંથી કઈ ન મળતા ઇમરજન્સી વિભાગમાં આવીને મોબાઇલની ચોરી કરી ગયો હોવાનું માલુમ પડ્યું હતું અને આ શખ્સ હોસ્પિટલમાં ચોરીના ઇરાદે જ આવ્યો હોવાનું ફલિત થયાનું ડોકટરોએ જણાવ્યું હતું.

- text