હળવદ : સોનીવાડમાં બંધ હાલતમાં રહેલા મકાનમા ઓચિંતી આગ

- text


હળવદમાં ફાયર ફાઇટર ન હોવાથી સ્થાનિકોએ આગને કાબુમાં લીધી

હળવદ : હળવદના સોનીવાડ વિસ્તારમાં વર્ષોથી બંધ હાલતમાં રહેલા એક મકાનમાં આજે આગ લાગી હતી.જોકે આ આગને બુઝાવવા માટે હળવદ શહેરમાં ફાયર ફાયટર જ ન હોવાથી અંતે સ્થાનિક રહીશોએ આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

- text

હળવદના સોનીવાડ વિસ્તારમાં આવેલ અને વર્ષોથી બંધ હાલતમાં રહેલા એક મકાનમા આજે ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી.જોકે આ બંધ મકાનમાં આગના પગલે ભરચક વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.આ મકાનની આજુબાજુમાં અનેક મકાનો હોવાથી આગ અન્યત્ર ફેલવાની ભીતિ ઉભી થતા આસપાસના રહીશોમાં ફફલાટ મચી ગયો હતો.જોકે હળવદમાં ફાયર ફાયટરની સુવિધા જ ન હોવાથી સ્થાનિક રહીશોને જાતે જ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવા પડ્યા હતા.સ્થાનિકો લોકોએ જાતે જ પાણીની વ્યવસ્થા કરીને બંધ રહેલા મકાનની આગને સંપૂર્ણપણે બુઝાવી નાખી હતી.તેથી આગ અન્યત્ર પ્રસરતા અટકતા સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો.જોકે હળવદવાસીઓની કમનસીબીએ છે કે આજે ડિજિટલ યુગ આવ્યો છે અને હળવદ પણ સમૃદ્ધ શહેર બની રહ્યું છે.પણ ખાટલે મોટી ખોટ એ છે કે આગનાં સમયે જરૂરી અને મહત્વની ફાયર ફાયટર સુવિધા જ નથી.ફાયર ફાયટર ન હોવાથી સંભવિત આગના બનાવોમા મોટી દુર્ઘટના સર્જાઈ તેવી દહેશત છે.

- text