ગુજરાત ઇજનેરી સેવામાં મોરબીના પાંચ યુવકોની મદદનીશ સિવિલ ઈજનેર તરીકે નિમણુંક

- text


મોરબી : રાજ્ય સરકારની ઇજનેરી સેવા વર્ગ-2માં મોરબીના પાંચ યુવકોની મદદનીશ ઈજનેર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

- text

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હેઠળની ગુજરાત ઇજનેરી સેવા વર્ગ-2માં મદદનીશ ઈજનેર (સિવિલ)ની જગ્યા પર સીધી ભરતી માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાયેલ પરીક્ષાના પરિણામના આધારે કુલ 259 ઉમેદવારોને પ્રવર્તમાન નિયમો પ્રમાણે અજમાયશી ધોરણે નિમણુંક આપવામાં આવી છે. આ ઉમેદવારોમાં મોરબીના પાંચ ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાં વિજયકુમાર કાનજીભાઈ દલસાણીયા (દેવીપુર તા. હળવદ જી. મોરબી)ની માર્ગ અને મકાન વિભાગ, જામનગર ખાતે, ધવલ પ્રવિણકુમાર કેલા (કાલિકા પ્લોટ, રવાપર રોડ, મોરબી)ની જિલ્લા પંચાયત, અમરેલી ખાતે, પ્રશાંત વ્રજલાલ અમૃતિયા (વાની વાળો પ્લોટ, હળવદ ચોકડી, મહેન્દ્રનગર, મોરબી) જિલ્લા પંચાયત, ખેડા ખાતે, કૌશિકકુમાર ડાયાલાલ કાલરીયા (રોશીશાળા, તા. માળીયા (મી.), મોરબી), મા.મ.પે.વિ., રાપર ખાતે તથા ભાવેશકુમાર ઘનશ્યામભાઈ લકુમ (ચંદ્રગઢ, તા. હળવદ, મોરબી) જિલ્લા પંચાયત, ગીર સોમનાથ ખાતે નિમણુંક કરવામાં આવી છે. આ તકે તેઓને પરિવારજનો અને મિત્રો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text