મોરબીના બેઠાપુલ પર કાટમાળ નાખી દેતા પાણીના તલાવડા ભરાયા : વાહનચાલકો ત્રસ્ત

- text


તંત્રએ બેઠાપુલના પેટામાર્ગને ખુલ્લો કરવા દિવાલના કાટમાળને દૂર કરીને નદીના પટ્ટમાં નાખી દેતા પાણીનું વહેણ અટક્યું

મોરબી : મોરબીના બેઠાપુલ પર મણીમંદિર પાસે ગટરના પાણી ભરાયા છે.જેમાં તંત્રએ બેઠપુલના પેટામાર્ગને ખુલ્લો કરવા માટે દિવાલના કાટમાળને દૂર કરીને બેઠપુલ પાસે નદીના પટ્ટમાં નાખી દેતા પાણીનું વહેણ અટક્યું છે.જેથી બેઠાપુલ પાસે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

- text

મોરબીના બેઠાપુલ ઉપર મણીમંદિર નજીક ગટરનું ગંદુ પાણી ભરાઈ છે. લીકેજ હોવાના કારણે ગટરનું ગંદુ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જ્યારે આ બાજુ નદી કિનારે કાટમાળ ખડકી દેવાતાં મચ્છુ નદીના પાણીનું વહેણ અટક્યું છે. જેથી, ત્યાં વચ્ચે જ પાણી ભરાઈ રહે છે. જેથી, અનેક વાહનચાલકો પરેશાન થાય છે. કાટમાલમાં પાણી ભરાતા ચીકણી માટી થવાથી વાહનચાલકો સ્લીપ થઈ જાય છે. બેઠાપુલ ઉપર ઘણા સમયથી પાણીના તલાવડા ભરાઈ રહે છે. બેઠાપુલ પર મણિમંદિરના કોર્નર પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પડી જવાની સાથે પાણીમાં સડસડાટ ગતિએ ચાલતા વાહનોથી લોકોના કપડાં પણ વગર વરસાદે ભીના થઈ જાય છે. આથી, આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.

- text