મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્ય ચેતનભાઈ ચારોલાએ બાળકોને નાસ્તો કરાવી પુત્રનો જન્મદિવસ ઉજવ્યો

- text


આપવાના આનંદ કાર્યક્રમ હેઠળ જરૂરિયાતમંદ બાળકોની જઠરાગ્નિ ઠારીને પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

મોરબી : મોરબીમાં ગુજરાત ગેસમાં સર્વિસ કરતા ચેતનભાઈ ચારોલા કે જેઓ યંગ ઇન્ડિયા ગ્રુપના એક સક્રિય સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓએ આજે તેમના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. જેમાં તેઓએ જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો કરાવીને પુત્રના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો.

મોરબીમાં સેવા કાર્યમાં હમેશા અગ્રેસર રહેતું યંગ ઇન્ડિયા ગ્રૂપ અલગ રીતે ઉજવણી કરવા માટે જાણીતું છે. ગ્રુપના તમામ સભ્યો પોતાનો કે પરિવારજનોનો જન્મદિવસ આપવામાં આનંદ કાર્યક્રમ મુજબ ઉજવીને પુણ્યનું ભાથું બાંધે છે. જે અંતર્ગત ગ્રુપના સભ્ય ચેતનભાઈ ચારોલાએ પણ પોતાનો પુત્ર માહિલ બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો હોય તેના જન્મદિવસની પ્રેરક ઉજવણી કરી હતી.

- text

ચેતનભાઈ ચારોલાએ પાપાજી ફનવર્લ્ડ સામે, રોકડીયા હનુમાન સામે, પરશુરામ મંદિરની બાજુમાં તેમજ પુલ નીચે જરૂરિયાતમંદ 500થી વધુ બાળકોને નાસ્તો કરાવીને પોતાના પુત્ર માહિલના જન્મદિવસને દિપાવ્યો હતો.

- text