મોરબીના ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ગરીબ બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું

- text


મોરબી : રાષ્ટ્રીય તહેવારો અને સામાજિક પર્વની ઉજવણીમાં હંમેશા અગ્રેસર મોરબીના ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા 71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઘ્વજવંદન કરીને શાનદાર રીતે કરાઈ હતી. આ તકે ઇન્ડિયન લાયન્સ ક્લબના સભ્યોએ ઉપસ્થિત રહી રાષ્ટ્ર ભાવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, સાંજે ગરીબ બાળકોને નાસ્તો અને ચોકલેટ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગરીબો સાથે કરી અનોખી રીતે કરવામાં આવી હતી. તેવું ક્લબના સેક્રેટરી હર્ષદભાઈ ગામીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text