મોરબીના નારણકા ગામની શાળામાં પ્રજાસત્તાક દિનની ગરીમાંસભર ઉજવણી કરાઈ

- text


શાળામાં ધ્વજવંદન અને દેશભક્તિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબીના નારણકા ગામે શ્રી નારણકા પ્રાથમિક શાળામાં ૭૧માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં નારણકા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, વકતૃત્વ, નાટકો રજુ કર્યા હતા.જેમાં સેજલબેન દાવાના હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવેલ હતો. આ તકે નારણકા ગામના સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજા, આચાર્યશ્રી પ્રાણલાલ પૈજા સાહેબ, નુતનબેન શેરશીયા, દક્ષાબેન તથા ગામના અગ્રણીઓ તથા નારણકા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.

- text