હડમતિયા કન્યા તાલુકા શાળામાં પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી

- text


આશરે રૂ. ૬૦,૦૦૦ જેવી અનુદાન રકમ શિક્ષણફંડ માટે એકઠી કરાઈ

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયામા ૭૧માં પ્રજાસતાક પર્વની ઉજવણી સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય તેમજ રાષ્ટ્રગાન દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.

ધ્વજવંદન બાદ એમ. એમ. ગાંધી વિધાલય, કન્યા તાલુકા શાળા તેમજ કુમાર શાળાના વિધાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, તેરી પનાહ મેં.., સ્કુલ ચલે હમ.., વાગ્યો રે ઢોલ.., ઈન્ડીયા વાલે.., ઢોલીડા રે…, જીના હૈ તો પાપા.., હમ ફૌજી હૈ.., જય હો…, તેરી મીટી મે.., તેમજ નાટક “તોફાની છોકરાઓ” અને “અંધેરી નગરીને ચોપટ રાજા” જેવા નાટ્ય અને દેશભક્તિ ગીત તેમજ બાળકો દ્વારા પિરામીડ રજુ કરી સૌ કોઈને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. અંધેરી નગરીને ચોપટ રાજા નાટ્ય અભિનય કરીને સુશાસન માટે રાજા કેવો હોવો જોઈએ તે અંગુલી નિર્દેશ દ્વારા બાળકોએ પોતાના અભિનયના ઓજશ પાથર્યા હતા. ભાગ લેનાર વિદ્યાર્થીઓને દાતાઓ, ઉધોગપતિઓ દ્વારા તેઓને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય આપવાના હેતુસર સરકારના “આજની એક સલામ દિકરી કે નામ” પરિપત્રને આધિન ગામમા ભણેલી અને સૌથી ઉચ્ચ અભ્યાસ ધરાવતી B.sc micro D.M.L.T ની ઉપાધિ પ્રાપ્ત કરેલ કુ. મીરાબેન અરવિંદભાઈ કામરીયાના વરદ હસ્તે રાષ્ટ્રની શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. તેમજ ગામના સરપંચ તેમજ આચાર્યના વરદ હસ્તે કુ. મીરાબેનને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવેલ હતા.

- text

પ્રજાસતાક પર્વની ઉજવણીના પ્રસંગે સરપંચ, માજી સરપંચ, સંસ્થાઓના પ્રમુખો, ટ્રસ્ટીઓ, ઉધોગપતિઓ તેમજ મોરબી જીલ્લા પંચાયત સદસ્ય, ટંકારા તાલુકા પંચાયત સદસ્ય, આચાર્ય, શિક્ષકગણ, વિધાર્થીગણ, વાલીગણ તથા ગ્રામજનો બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા.

- text