પુત્રીને જન્મ આપી ત્યજી દેનાર અજાણી માતા સામે ગુન્હો દાખલ : શોધખોળ ચાલુ

- text


ટંકારા : ટંકારાના નેકનામ ગામેથી ગઈ કાલે સવારે નહેર પાસેના ખુલ્લી જગ્યામાંથી તાજી જ જન્મેલી બાળકી મળી આવી હતી. જાણ થતાં 108ની ટીમ દ્વારા એ નવજાત બાળકીને પ્રાથમિક સારવાર આપી તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે બાળકીને જન્મ આપી ત્યજી દેનાર નિષ્ઠુર માતા વિરુદ્ધ પોલીસમાં ગુનો દાખલ કરી તેની ઓળખ મેળવવા ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

ટંકારાના નેકનામ ગામના સિમાડેથી ગઇકાલે સવારે ત્યજી દેવાયેલ તાજી જન્મેલ બાળકી મળી આવી હતી. નદીના કિનારે નવજાતને કોણ મૂકી ગયુ એની ભાળ મેળવવા પોલીસે બતમીદારોને કામે લગાડ્યા છે. અજાણી મહિલા સામે બાળકીને જન્મ આપી પોતાની ઓળખ છુપાવવા માટે ત્યજી દેવા સબબ ગુનો નોંધ્યો છે. આઇપીસી કલમ ૩૧૭ મુજબ અજાણી મહિલા સામે ગુનેા દાખલ કરીને ટંકારા પોલીસે તેણીની શોધખોળ શરૂ કરી છે. આ અરેરાટી ઉપજાવે એવા બનાવની તપાસ ફિરોઝખાન પઠાણ ચલાવી રહ્યા છે.

- text