દિવ્યાંગોના સશક્તિકરણ માટેની નેશનલ કોન્ફરન્સમાં મોરબીના વિજયભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે

- text


મોરબી : દિવ્યાંગોના સશક્તિકરણ માટેની ભારત સરકારની રાષ્ટ્રીય સંસ્થા (NIEPND) ચેન્નાઇ અને રીહેબીલીટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (RCI) દ્વારા ભોપાલમાં તા. 23-24 જાન્યુઆરીના રોજ માન્યતા પ્રાપ્ત બે દિવસના વર્કશોપમાં મોરબીના વિજયભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે.

ભોપાલ નેશનલ કોન્ફરન્સમાં દિવ્યાંગોને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા તથા પરિણામલક્ષી કાર્ય કરવા માટે દેશભરમાંથી દિવ્યાંગોને નિષ્ણાતો દ્વારા ચર્ચા વિચારણા કરી નવો સિલેબસ તથા પેપર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવશે. જેમાં ‘મિશન ફોર સ્પેશ્યલ ચિલ્ડ્રન’ જાગૃતતા અભિયાન હેઠળ વિજયભાઈએ મોરબીના દિવ્યાંગ બાળકો પર પેપર વર્ક તૈયાર કરેલ છે.

- text

ઉલ્લેખનીય છે કે જેના દ્વારા દિવ્યાંગો માટે લોકોમાં જાગૃત્તિ આવે તે માટે ફેબ્રુઆરીના અંત સુધીમાં મોરબીમાં મનોદિવ્યાંગ બાળકોના વાલીઓ માટે બે દિવસનો તાલીમ અને માર્ગદર્શન વર્કશોપ યોજાશે. જેમાં દિલ્હી, અમદાવાદ, વડોદરા, ભાવનગરના તજજ્ઞો ઉપસ્થિત રહેશે. તેમજ તાલીમ પામેલા વાલીઓને ભાવનગરના પ્રવાસે લઇ જવામાં આવશે.

- text