મોરબીના નવલખી રોડ પરથી ટ્રક ચોરી થયાની ફરિયાદ

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોરબીના નવલખી રોડ પરથી ટ્રક ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેના આધારે તાલુકા પોલીસ દ્વારા ચોરની શોધખોળ ચાલુ છે.

- text

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અમિતભાઇ મનુભાઇ હુંબલ (ઉ.વ. ૨૭, ધંધો ખેતી, રહે. વેણાસર, તા. માળીંયા (મીં), જી. મોરબી) દ્વારા ગત તા. 14 જાન્યુઆરી રાતના 8-30 કલાકેથી રાતના 12 વાગ્યા સુધીના આરસામાં નવલખી રોડ ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ વડવાળા હોટલ પાસેથી ટ્રેઇલર નં. GJ-11-TT-7272, કી.રૂ. 12,00,000ના ટ્રકની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવમાં અજાણ્યા શખ્સે ટ્રેઇલરમા ડુપ્લીકેટ ચાવી લગાવી ચોરી કરેલ છે. હાલમાં તાલુકા પોલીસે ચોરને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

- text