મોરબીમાં ઘડિયા લગ્નની કાંતિકારી પહેલ વેગવંતી : વધુ એક યુગલના ઘડિયા લગ્ન

- text


મોરબી ખાતે યોજાયેલ ઘડિયા લગ્નમાં પાટીદાર સમાજ અગ્રણીઓએ હાજરી આપીને પરિવારને બિરદાવ્યા

મોરબી : મોરબીમાં પાટીદાર સમાજ તથા ઉમિયા ટ્રસ્ટ દ્વારા ઘડિયા લગ્નની ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. અને જેમાં એક બાદ એક પરિવાર આ અભિયાનને આગળ ધપાવી રહ્યા છે. અને સાદગીપૂર્વક વિધીવત લગ્ન વિધી કરી ખોટી ધામધૂમ ટાળી સંપત્તિ, સમય બન્નેની બચત થઈ શકે. તે હેતુથી શરૂઆત થયેલ ઘડિયા લગ્નમાં અત્યાર સુધીમાં ૩૦૮ થી વધુ ઘડિયા લગ્ન લેવાયા છે જેમાં પંચાસર રોડ શિવમ્ હોલ ખાતે વધુ એક ઘડિયા લગ્ન યોજાયા હતા.

- text

મોરબીના નારણકા ગામના નરભેરામભાઈ ટપુભાઈ મેરજાની સુપુત્રી સેજલબેનના ઘડિયા લગ્ન મુળ. ઉમિયાનગર અને હાલ. મોરબી નિવાસી મનસુખભાઈ છગનભાઈ બોરસાનિયાના સુપુત્ર આનંદ સાથે આજે ઘડિયા લગ્ન લેવાયા હતા. આ તકે સમાજને નવી રાહ ચીંધી લગ્નમાં થતાં મર્યાદા બહાર ખર્ચ, સમયનો વ્યય અને દેખાદેખી અટકાવી સામાજીક પરિવર્તન પહેલ વેગવંતી બનવા બદલ પાટીદાર સંસ્થાના અગ્રણીઓએ હાજરી આપીને પરિવારને બિરદાવી વર-કન્યાને આર્શીવાદ અંભિનંદન પાઠવ્યા હતા.

- text