મોરબીમાં રવિવારે નિ:શુલ્ક દવા વિતરણ કેમ્પ

- text


મોરબી : મોરબીમાં શનાળા રોડ પર આવેલ જૈન ઉપાશ્રય ખાતે સ્વ. રૂપાબેન કૌશિકભાઈ શાહના આત્મ શ્રેયાર્થે આગામી તા. 26 જાન્યુઆરીના રોજ સવારે 10થી 12-30 કલાકે એક દિવસીય નિ:શુલ્ક દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા વિનામૂલ્યે આપવામાં આવશે. જેનો લાભ લેવા માટે આયોજક ડો. હસ્તી મહેતા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text